પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડતા કોંગી કાર્યકરોએ કર્યું પૂતળા દહન
- જૂનાગઢના ગાંધી ચોક વિસ્તારમાં
- પૂર્વ પ્રમુખ વિરૂધ્ધ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો સુત્રોચ્ચાર
જૂનાગઢ, તા. 17 જુલાઈ 2019, બુધવાર
જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આજે ભાજપમાં જોડાતા ગાંધી ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખના પુતળા દહન કર્યું હતું. આ સાથે પુતળાને માર મારી પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો.
આ અંગે યુવા કોંગ્રેસના પ્રમુખ કાર્તિક ઠાકરે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ અને દગા ખોરો કોંગ્રેસ છોડી જતા રહેતા કોંગ્રેસના કાર્યકરોએ પેંડા વહેંચી ખુશી વ્યકત કરી હતી. હવે જે કોંગ્રેસમાં આગેવાનો અને કાર્યકરો છે તે મનપાની ચૂંટણી લડશે અને જીત મેળવવા માટેના તમામ પ્રયાસ કરશે.
ભાજપની સ્ક્રીપ્ટ મુજબ ચાલતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આજે ભાજપમાં જોડાતા તેઓનું અગાઉથી જ સેટીંગ હોવાનો પક્ષ આક્ષેપ કર્યો હતો.