વિસાવદરમાં સૌથી વધુ વરસાદ છતાં તાલુકાનાં ત્રણેય ડેમ તળીયા ઝાટક
- જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં
- ડેમના સ્ત્રોત વિસ્તારમાં વરસાદ ન હોવાથી આંબાજળ ડેમમાં તો હજુ પાણીનો લાઇવ સ્ટોક પણ ઉપલબ્ધ ન થયો
જૂનાગઢ, તા. 02 જુલાઈ 2019, શુક્રવાર
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં વિસાવદરમાં સૌથી વધુ વરસાદ થયો છે. છતાં તાલુકાના ત્રણેય જળાશયો હજુ તળીયા ઝાટક છે. ડેમના સ્ત્રોત વિસ્તારમાં વરસાદ ન હોવાથી આંબાજળ ડેમમાં તો હજુ પાણીનો લાઇવ સ્ટોક પણ ઉપલબ્ધ નથી થયો.
ચોમાસાની અત્યાર સુધીની સિઝન દરમ્યાન વિસાવદર શહેરમાં કુલ ૭૫૪ મી.મી. જેટલો વરસાદ થઇ ગયો છે. જે જિલ્લામાં સૌથી વધુ છે. વિસાવદર શહેર તથા આસપાસનાં વિસ્તારમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. પરંતુ તાલુકામાં આવેલા આંબાજળ, ધ્રાફડ અને ઝાંઝેશ્રી ડેમ હજુ સુધી ખાલીખમ છે.
આ જળાશયોના સ્ત્રોત વિસ્તારમાં વરસાદ ઓછો હોવાથી આંબાજળ ડેમમાં તો હજુ લાઇવ સ્ટોક પણ ઉપલબ્ધ નથી. જ્યારે ઝાંઝેશ્રીમાં ત્રણ મીટર તથા ધ્રાફડમાં ૦.૭૦ મીટર જ પાણી છે. હવે આ ડેમના સ્ત્રોત તથા જંગલ વિસ્તારમાં વરસાદ પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.