Get The App

6.22 લાખ હેકટરમાં કપાસનું જ્યારે 6.21લાખ હેકટરમાં મગફળીનું વાવેતર

- જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત છ જિલ્લાઓમાં

- જૂનાગઢ જિલ્લામાં ૨.૧૭ લાખ હેકટરમાં મગફળી તો ભાવનગરમાં ૧.૬૭ લાખ અને અમરેલીમાં ૩ લાખથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર

Updated: Jun 25th, 2020

GS TEAM

Google News
Google News
6.22 લાખ હેકટરમાં કપાસનું જ્યારે 6.21લાખ હેકટરમાં મગફળીનું વાવેતર 1 - image


જૂનાગઢ, તા. 25 જૂન, 2020, ગુરૂવાર

જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદ થતા મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં ૬.૨૨ લાખ હેકટરમાં કપાસ તથા ૬.૨૧ લાખ હેકટરમાં મગફળીનું જ્રે ૧૮૫૬૧ હેકટરમાં સોયાબીનનું વાવેતર થયું છે.

જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ અને પોરબંદર જિલ્લામાં ૧૫ જૂન પૂર્વ વાવણી લાયક વરસાદ થયો હતો. જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં પણ ખેડૂતોએ જોખમ લઈ વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ થઈ જતા ખેડૂતોની ચિંતા હળવી થઈ હતી.

અત્યાર સુધીમાં જુનાગઢ સહિતના છ જિલ્લાઓમાં ૬.૨૨ લાખથી વધુ હેકટરમાં કપાસ તથા ૬.૨૧ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૧૭૮૬૨ હેકટરમાં મગફળી ૨૭૩૯૦ હેકટરમાં કપાસ અને ૧૫૪૯૫ હેકટરમાં સોયાબીનનું વાવેતર થયું છે. જ્યારે ૧૨૧૩૪ હેકટરમાં શાકભાજી, ૧૩૫ હેકટરમાં તલ અને ૧૦૦ હેકટરમાં કઠોળ પાકનું વાવેતર થયું છે.

જ્યારે પોરબંદર જિલ્લામાં ૪૩૯૯૫ હેકટરમાં મગફળી ૨૫૩૫ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. જ્યરે ૬૩૫૦ હેકટરમાં શાકભાજી અને ૨૦ હેકટરમાં કઠોળનું વાવેતર થયું છે.

જ્યારે ભાવનગર જિલ્લામાં ૭૮૬૩૯ હેકટરમાં મગફળી, ૧૬૭૬૯૨ હેકટરમાં શાકભાજી, ઘાસચારો, તેમજ ૬૭૦ હેકટરમાં કઠોળ પાકનું વાવેતર થયું છે.

અમરેલી જિલ્લામાં ૧૭૧૫૭૩ હેકટરમાં મગફળી અને ૩૦૯૦૮૧ હેકટરમાં કપાસ, ૧૫૨૮૬ હેકટરમાં શાકભાજી, ઘાસચારો, અને ૬૭૦ હેકટરમાં કઠોળ પાકનું વાવેતર થયું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ૯૮૩૬૮ હેકટરમાં મગફળી અને અને ૧૧૩૧૩ હેકટરમાં કપાસ તથા ૨૮૫૨ હેકટરમાં સોયાબીન તેમજ ૧૮૨૫ હેકટરમાં શાકભાજી અને ૧૦૭૩૧ હેકટરમાં ઘાસચારો તેમજ ૬૦૫ હેકટરમાં કઠોળનું વાવેતર થયું છે.

બોટાદ જિલ્લામાં ૧૧૩૧૧ હેકટરમાં મગફળી અને ૧૦૪૫૨૯ હેકટરમાં કપાસ બે હેકટરમાં સોયાબીન અને ૫૯ હેકટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે.

આમ, જૂનાગઢ સહિત છ જિલ્લાઓમાં ૬૨૨૫૪૦ હેકટરમાં કપાસ થતા ૬૨૧૫૬૮ હેકટરમાં મગફળી અને ૧૮૫૬૧ હેકટરમાં સોયાબીન, ૪૭૭૪ હેકટરમાં કઠોળ અને ૫૪૭૯૪ હેકટરમાં શાકભાજી-ઘાસચારો, શેરડી જેવા પાકનું વાવેતર થયું છે.

ગત વર્ષ કરતા કપાસનું વાવેતર ઘટયુ, સોયાબીનનું વધ્યું

આ છ જિલ્લામાં કુલ ૧૭.૬૫ લાખ જેટલો વાવેતર વિસ્તાર છે. ગત વર્ષ તેમાં ૯ લાખથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. જ્યારે આ વખતે મજુરોની અછત સહિતના કારણથી ત્રણ લાખ હેકટરમાં હતું. આ વર્ષે તે ૧૮ હજારથી વધુ હેકટરમાં થયું છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ લાખ હેકટરમાં વાવેતર બાકી છે. જેથી આગામી સમયમાં હજુ મગફળીનું વાવેતર વધે તવી શક્યતા છે.

Tags :