ચોરવાડમાં પ્રવાસનના વિકાસ માટે હકારાત્મક આયોજન થશે : મુખ્યમંત્રી
- પ્રજાહિતનાં આકરા નિર્ણય લેતાં અચકાશું નહીં
- ચોરવાડમાં 393 લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે એક કરોડની સાધન સહાયનું વિતરણ
જૂનાગઢ, તા.17 જાન્યુઆરી 2020, શુક્રવાર
ચોરવાડમાં આજે મુખ્યમંત્રીએ સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકયો હતો. તેમજ વિવિધ યોજનાના ૩૯૩ લાભાર્થીઓને એક કરોડની સાધન સહાય વિતરણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ચોરવાડમાં પ્રવાસનના વિકાસ માટે હકારાત્મક આયોજન થશે.
મુખ્યમંત્રી બન્યા બાદ આજે વિજયભાઈ રૂપાણી પ્રથમ વખત ચોરવાડની મૂલાકાતે આવ્યા હતાં. જયાં તેઓએ પ્રથમ ધીરૂભાઈ અંબાણી મેમોરિયલ તથા મેડીકલ સેન્ટર નિહાળી કોકીલા ધીરજધામનું ઉદઘાટન કર્યું હતું. બાદમાં તેઓએ વહિવટીતંત્ર દ્વારા જે.એમ. વિનય મંદિરના પટાંગણમાં આયોજીત સર્વરોગ કેમ્પને ખુલ્લો મુકયો હતો. તેમજ વિવિધ યોજનાના ૩૯૩ લાબાર્થીઓને એક કરોડની સાધન સહાયનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.ન ોદરિયાકાંઠો ધમધમતો બનશે. ચોરવાડ બીચના વિકાસ માટેતથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસનમંત્રી સાથે ચર્ચા થઈ છે. તે અંગે હકારાત્મક આયોજન કરવામાં આવશે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારનાં સંસાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે. ગરીબોનેે પગભર કરવા અમારી મથામણ છે. વચેટીયાઓની નાબુદી થઈ જતા તેમાં સફળતા મળી છે. પ્રજાહિતનો ગમે તેટલો આકરો નિર્મય હશે તો તેને લેતા અચકાશુ નહી તેમ જણાવ્યું હતું.