જૂનાગઢ: રાસાયણિક ખેતીથી પાણી, પર્યાવરણ ખાદ્યચીજો પ્રદૂષિત થઈ છે - આચાર્ય દેવવ્રત
- જૂનાગઢ કૃષિ યુનિ.માં રાજયપાલની હાજરીમાં પદવીદાન સમારંભ
- કૃષિ તજજ્ઞાોને પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધન કરી ખેડૂતોની આવક બમણી કરવામાં સહભાગી બનવા રાજયપાલ આચાર્ય દેવવ્રતનું આહ્વાન
જૂનાગઢ, તા. 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
જૂનાગઢ કૃ,િ યુનિ. ખાતે આજે યુનિ.ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી પાણી, પર્યાવરણ, ખાદ્યચીજો પ્રદુષિત થઈ છે. ત્યારે કૃષિ તજજ્ઞાોને પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધન કરી ખેડૂતોની આવક બમણી કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.
જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે આજે ૧૫ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં કૃષિ, બાગાયત, પશુ ચિકીત્સા, કૃષિ ઈજનેરીના ૬૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ વિશીષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનાર ૬૩ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ તજજ્ઞાો તથા પદવી પ્રાપ્ત વિદ્યારેથીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. આંધ્ર પ્રદેશમાં પાંચ લાખ, હિમાચલ પ્રદેશમાં ૫૦ હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃધ્ધ થયા છે. વધુમાં રાજયપાલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી પાણી, પર્યાવરણ, ખાદ્યચીજો પ્રદુષિત થઈ છે. લોકો રોગનો ભોગ બને છે. તેમજ ઉત્પાદકતા ફળદ્રુપતા ઘટી છે. અને ખેતી ખર્ચમાં વધારો થયો છે. ત્યારે હાઈબ્રીડ બિયારણ કરતા ભારતીય મૂળબીજ પર સંશોધન કરવા આહવાન કર્યું હતું.
રાજયપાલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત ખેતરમાં જ શોભે, વિદ્યાર્થી સતત જ્ઞાાન મેળવતો રહે, શિક્ષક જ્ઞાાન સાથે તેની તજજ્ઞાતા સમાજમાં ફેલાવે ખેડૂતો પ્રાકૃતિ ખેતીમાં જોડાય. આ બધી મૂળ બાબતો છે. તેનાથી વિમુખ થવાથી ખરાબ પરિણામો આવે છે. વર્તમાન સમયમાં કેન્સર, હાર્ટની સમસ્યા, ડાયાબીટીસ જેવા રોગ પ્રદુષિત ખોરાક, પાણી અને પર્યાવરણનું પરિણામ છે. તેમાંથી બહાર નીકળવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
જયારે કૃષિ રાજયમંત્રીએ ખેડૂતોની આવક ડબલ કરવામાં સહયોગી બનવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. જયારે કર્ણાટકની ધારવાડ યુનિ.ના કુલપતિ ડો. એમ.વી. ચેટ્ટીએ વિદ્યાર્થીઓને કૃષિ તજજ્ઞાતા ખેડૂતો સુધીપહોંચાડવા સાથે નવા સંશોધનોમાં વિશેષ રસ રૂચિ કેળવવા જણાવ્યું હતું.
એસોસિએઠ પ્રોફેસરને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એનાયત
જૂનાગઢ કૃષિ યુનિ. એગ્રીકલ્ચર પોલીટેકનિક કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. બાવભાઈ કલસરીયાએ ૧૯ આંતરરાષ્ટ્રીય, ૪૦ રાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પેપર રજૂ કરવા સાથે ૪ ઓરલ પ્રેઝન્ટેશન એવોર્ડ, બે પોસ્ટ પ્રેઝન્ટેશન એવોરડ્ તથા કૃષિ વિસ્તરણમાં રાજયકક્ષાનો એવોર્ડ મેળવ્યો છે. આજે રાજયપાલના હસ્તે તેઓને કૃષિ ક્ષેત્રે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો.