Get The App

જૂનાગઢ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી

- વિસાવદર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રીનાં હસ્તે ધ્વજવંદન

- લક્ષ્મણ ટેકરીની 2100 ફુટની ઉંચાઈ પર તથા દુર્ગમ સ્થળ શિવગુફાની બહાર પણ ઉત્સાહભેર થયું ધ્વજવંદન

Updated: Aug 16th, 2019

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી 1 - image


જૂનાગઢ,તા. 16 ઓગસ્ટ 2019, શુક્રવાર

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની વિસાવદર ખાતે ઉજવણી થઈ હતી. જેમાં નાયબ સી.એમ.એ ધ્વજવંદન કર્યું હતું. આ ઉપરાંત લક્ષ્મણ ટેકરીની ૨૧૦૦ ફુટની ઉંચાઈ પર તથા દુર્ગમ સ્થળ શિવગુફા બહાર પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વિસાવદર ખાતે ઉજવણી થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિસાવદર-ધારી બાયપાસ રેલવે અંડરબ્રીજને ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની લાભશંકર દવેનું સન્માન કર્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર કૃતિને શિલ્ડ- પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.

જૂનાગઢ શહેર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ટીંબાવાડી ખાતે યોજાયો હતો. જ્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા લીરબાઈપરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ હોલીડે એડવેન્ચર એક્ટીવીટી સંસ્થા દ્વારા ૨૧૦૦ ફુટ ઉંચાઈ પર આવેલી લક્ષ્મણ ટેકરી પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે લોટસ સ્પોર્ટસ એકેડમી દ્વારા દુર્ગમ ગણાતા સ્થળ શિવગુફાની બહાર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જિલ્લાની તમામ શાળા- કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વ નિમીતે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદ ચોકમાં કિન્નરોના હસ્તે થયું ધ્વજવંદન
જૂનાગઢના મધુર સોશ્યલ ગુ્રપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સામાજીક સમરસતાના ભાવ સાથે કરવામાં આવી હતી. જેમાં આઝાદ ચોક નજીક કિન્નર પ્રતિનિધિઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

નાયબ મુખ્યમંત્રીએ ચાંપરડામાં હોસ્પિટલની લીધી મુલાકાત
ગઈકાલે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વિસાવદર ખાતે ઉજવણી થઈ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ નાયબ મુખ્યમંત્રીએ ચાંપરડામાં નિઃસ્વાર્થ સેવા આપતી જય અંબે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સંત મુક્તાનંદ બાપુના આ સેવા યજ્ઞાને બિરદાવ્યો હતો.

Tags :