Get The App

સી.સી.ટી.વી. કેમેરાને બારદાન ઢાંકી મગફળીનાં કૌભાંડને અપાયો અંજામ

- જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તા.29નાં રાત્રી દરમ્યાન

- સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરતા એક અજાણ્યો શખ્સ કેમેરા ઢાંકતા તથા અન્ય ચાર શખ્સો જોવા મળતા ખરીદી કેન્દ્રના ઈન્ચાર્જ દ્વારા ફરિયાદ

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
સી.સી.ટી.વી. કેમેરાને બારદાન ઢાંકી મગફળીનાં કૌભાંડને અપાયો અંજામ 1 - image


જૂનાગઢ, તા. 01 ફેબ્રુઆરી 2020, શનિવાર

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ભેળસેળનું કૌભાંડ સામે આવ્યું છે. આજે તંત્રએ સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરતા ગત તા. ૨૯ જાન્યુ.ના ચાર - પાંચ અજાણ્યા શખ્સોએ સી.સી.ટી.વી. કેમેરા પર બારદાન ઢાંકી મગફળી કૌભાંડને અંજામ આપ્યાનું સામે આવન્યું હતું. આખરે આ મામલે ખરીદી કેન્દ્રના ઈન્ચાર્જ પાંચ અજાણ્યા શખસો સામે ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ માર્કેટયાર્ડમાં થઈ રહેલી ટેકાના ભાવે મગફલીના ખરીદ કેન્દ્ર પર ગોલમાલ થઈ રહી હોવાની માહિતીના આધારે ખેડૂત સંગઠનના આગેવાનોએ તપાસ કરી હતી. તેમાં બોરીમાંથી ઓછો વજન તથા નબળી ગુણવત્તાની મગફળી મળી આવી હતી. અને સ્થળ પર રોજકામ કરાયા  બાદ ૧૫૬ ગુણી મગફળી સીઝ કરવામાં આવી હતી.

આજે આ સીઝ કરાયેલી મગફળી અંગે તપાસ કરાતા તેમાં નબળરી મગફળી હોવાનું સામે આવ્યું હતં. ખેડુતોની નબળી મગએફળી રિજેકટ કરવામાં આવે છે. ત્યારે આ નબળી મગફળી કેવી રહીતે અને કયાંથી આવી? તે અંગે સવાલો ઉઠયા હતાં. ્ને ખેડૂતોની સારી મગફલી ખરીદ કર્યા બાદ તે  બદલાવી નાંખી નબળી મગફળી ધાબડી દેવામાં આવી હોાનું પૂરવઠા નિગમના અધઇકારીઓએ પણ સ્વીકાર કર્યો હતો.

આજે સીઝ કરાયેલી ૧૫૬ ગુણીમાંથી પાંચ ગુણીના નમૂના ફેઈલ થયા હતાં અને તંત્ર પ ણ ખરીદ થયેલી મગફળી નબળી હોવાનું સામે આવતા ચોંકી ઉઠયું હતું. આ દરમ્યાન આજે યાર્ડમાં લાગેલાસી.સીટી.વી. કેમેરાની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહના ફુટેજની તપાસ કરતા તેમાં એક અજાણ્યો શખ્સ સી.સી.ટી.વી. કેમેરાને બારદાન ઢાંકતો જોવા મળ્યો હતો. તેમજ અન્ય ચાર પાંચ શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતાં.

આમ સી.સી.ટી.વી. કેમેરાને બારદાન ઢાંકી મગફળી કૌભાંડને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું હતું.  આ આંગે ટેકાના ભાવે મગફલી ખરીદીના ઈન્ચાર્જ વાય.પી. વાળાએ સી.સી.ટી.વી.માં દેખાતા ચાર પાંચ અજાણ્યા શખસો સામે યાર્ડમાં ઘુસી સી.સી.ટી.વી. કેમેરાને  બારદાન ઢાંકી મગફળીમાં ભેળસેળ કર્યાની ફરિયાદ કરતા એ.ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી સી.સી.ટી.વી. ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મગફળીમાં ગત તા.૨૯નાં રાત્રી દરમ્યાન ભેળસેળ થયાનું સામે આવ્યું હતું.  હવે પોલીસ દ્વારા અજાણ્યા શખસો કોણ છે? તે તપાસ થશે.

અજાણ્યા શખસો ખરીદી કેન્દ્રના પરિચીત હોવાનું અનુમાન

યાર્ડમાં ખરીદકેન્દ્ર કયાં છે? તેમજ કયો? સી.સી.ટી.વી. કેમેરા છે તે કોઈ અજાણ્યા વ્યક્તિને ખબર ન હોય આ શખ્સ ખરીદ કેન્દ્ર તથા તેના કેમેરાથી પુરેપુરા પરિચીત છે. હવે આ સમગ્ર કૌભાંડમાં કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ થાય તે પણ જરૂરી છે.

હજુ યાર્ડમાં હજુ ત્રણ હજાર ગુણી મગફળીમાં ભેળસેળ હોવાની શંકા

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ૧૫૬ ગુણી મગફળીનો જે જથ્થો સીઝ કરાયો હતો. તેમાંથી પાંચ ગુણીમાંથી નમૂના લેવાયા હતાં તે તમામ નમૂના ફેઈલ થયા હતાં. આથી આ મગફળીમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું સાબીત થયું હતું. આ અંગે કિસાન કોંગેસના આગેવાન મનિષભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં હજુ ત્રણ હજાર ગુણી મગફળી પડી છે. તેમાં સારી મગફળી કાઢી લઈ તેની જગ્યાએ નબળી મગફળી ધાબડી દીધાની આશંકા છે. આ મગફળીની પણ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે.

પાંચ બોરીમાંથી રેન્ડમલી લેવાયેલા નમૂના થયા ફેઈલ

બે દિવસ પહેલા જૂનાગઢ યાર્ડમાંથી ભેળસેળ કરેલી ૧૫૬ બોરી મગફળીનો જથ્થો સીઝ કરી પૂરવઠા નિગમના ગોડાઉનમાં રાખી સીલ મારી દેવામાં આવ્યું હતું. આજે અધઇકારીઓ અને ખેડૂત સંગઠનના આગેવાનોની હ ાજરીમાં રેન્ડમલી  પાંચ બોરીમાંથી નમૂના લેવાયા હતાં. જેમાં ૬૫ નો ઉતારો હોવો જોઈએ તેના બદલે ૬૧.૦૮, ૬૨.૦૨, ૬૨.૦૧ જેવો ઉતારો આવ્યો હતો. આ ઉપરાંત બે ટકા વેસ્ટેજના બદલે પાંચેય બોરીમાંથી ૫.૫૦,૪, ૬ અને ૭ ટકા વેસ્ટેજ મળ્યું હતું. આથી આ પાંચ બોરીમાંથી લેવાયેલા નમૂના ફેઈલ થયા હતાં.

સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબુદીના થતા માત્ર નિવેદનો

મગફળી ખરીદીમાં થતો ભ્રષ્ટાચાર રોકવા ભાવાંતર યોજના લાગુ કરવા માંગ

કૌભાંડીઓ સામે નક્કર પગલાના અભાવે ટેકાના ભાવે થતી ખરીદીમાં ભ્રષ્ટાચાર અટકતો ન હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ

જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે. આ ખરીદીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબુદીના માત્ર નિવેદનો થાય છે. પરંતુ કૌભાંડીઓ સામે નક્કર પગલાના અભાવે આવા ભ્રષ્ટાચાર અટકતા ન હોવાનો પ ણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર કરોડો રૂપીયા ફાળવી ટેકાના ભાવે મગફળી, તુવેર, સહિતની જણસીની ખરીદી કરે છે પરંતુ ટેકાનાભાવે ચાલતાખરીદ કેન્દ્રો પર  મોટા માથાઓના ઈશારે લાલીયાવાડી ચાલે છે અને ખેડૂતોની સારી મગફલી ખરીદ કર્યા  બાદ  બદલાવી તેની જગ્યાએ નબળી મગફળી ધાબડી દેવામાં આવે છે. જૂનાગઢ યાર્ડમાં પણ ફરી વખત આવુ કૌભાંડ સામે આવ્યું છે.

આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ તથા વિસાવદરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા જ હોય તો રાજયમાં ભાવાંતર યોજના અમલમાં મુકવામાં આવે એવી માંગ કરી છે.

આ ઉપરાંત સરકાર ભ્રષ્ટાચાર નાબુદીના માત્ર નિવેદનો થઈ રહ્યાં છે. પરંતુ નક્કર કાર્યવાહી ન થતી હોવાથી આવી રીતે થતા ભ્રષ્ટાચાર અટકતા નથી. અને સરકારના નાણાનો દુરૂપયોગ થાય છે.

Tags :