વેરા વધારા, રસ્તા તથા સ્ટ્રીટલાઈટ મુદ્દે વિપક્ષના સભ્યોએ બોલાવી તડાપીટ
- જૂનાગઢ મહાપાલિકાના જનરલ બોર્ડમાં
- યાર્ડ નજીક રોડ બનાવ્યો ત્યાં પાણી ભરાતું હોવાની ભાજપના નગરસેવકની ફરિયાદ
ગેરંટી પીરીયડવાળા જાહેર માર્ગો ખરાબ થયા પછી નથી લેવાતું કોઈ ફોલોઅપ
જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં પ્રજા પર નંખાયેલા વેરા વધારા, બિસ્માર રસ્તા તથા બંધ રહેતી સ્ટ્રીટલાઈટ સહિતના પ્રશ્નોને લઈને તડાપીટ બોલાવી હતી. જ્યારે ભાજપના નગરસેવકે યાર્ડ નજીક રોડ બન્યો ત્યાં પાણી ભરાતું હોવાની ફરિયાદ કરી હતી અને ગેરંટી પીરીયડવાળા રોડ ખરાબ થયા બાદ પણ માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે. તેનું ફોલોઅપ લેવામાં આવતું ન હોવાની રજૂઆત કરી હતી.
જૂનાગઢમાં લોકડાઉન બાદ આજે ટાઉન હોલ ખાતે મહાપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં પ્રથમ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં સ્થાયી સમિતી દ્વારા કરવામાં આવેલા આરોગ્ય કર્મચારીની ભરતી મટે તથા ખાડામાં કાંકરી નાખવા કરાયેલી જોગવાઈ સહિતના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.
લોકડાઉનના લીધે જૂનાગઢનાં લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી વિપક્ષના સભ્યોએ વેરા વધાર્યા હતા. પરંતુ વેરા ઘટાડવા માટે માગણી કર હતી. પરંતુ મનપાના સત્તાધીશો દ્વારા આ અંગે કાર્યવાહી ન થતાં આજે જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યોએ તડાપીટ બોલાવી હતી અને ભુગર્ભ ગટરના કારણે હાલ રસ્તાઓ બીસ્માર બન્યા છે. સ્ટ્રીટલાઈટ બંધ રહે છે. આ મુદ્દે શાસક પક્ષ પર પ્રશ્નોનો મારો કર્યો હતો. પાણીની પાઈપ લાઈન તેમજ ઈલેક્ટ્રીક મોટર બગડી જવાથી લોકો પાણીથી વંચિત રહે છે. આ મુદ્દે ફરિયાદ ઉઠી હતી અને વોટર વર્ક્સ ઈજનેરનો જવાબ માગ્યો હતો.
જ્યારે કોંગ્રેસના મહિલા સભ્યએ જોષીપરામાં બનેલા શોપિંગ કોમ્પલેક્ષમાં હજુ વેપારીઓને દુકાનો મળી નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો.
જ્યારે ભાજપના નગરસેવક સંજયભાઈ કોરડીયાએા યાર્ડ નજીક રોડ બન્યો ત્યાં પાણી ભરાય છે. મનપાના અધિકારીઓ દ્વારા ગેરંટીમાં હોય તેવા રોડ ખરાબ થઈ જાય તો માિ નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે. કોઈ ફોલોઅપ લેવાતું ન હોવાની ફરિયાદ કરી હતી.
જ્યારે વિપક્ષના સભ્ય વિજયભાઈ વોરાએ મનપા જર્જરીત મકાનોને માત્ર નોટિસ આપી સંતોષ માને છે. ત્યારપછી કંઈ થતું નથી.
જ્યારે ભાજપના નગરસેવક મહેન્દ્રભાઈ મશરૂએ બે એમ્બ્યુલન્સ તથા એક શબવાહીની માટે વાહન ખરીદવા તથા સ્મશાન ખાતે એક હોલ જ છે. તેથી ત્યાં એક ડોમ બનાવવાની જરૂર હોવાની રજૂઆત કરી હતી.