Get The App

જૂનાગઢ ડિવિઝનમાં 495 લોકો પાસેથી 89000 હજારનો દંડ વસૂલ

- માસ્ક ન પહેરવા, જાહેરમાં થૂંકવા બદલ

- અત્યાર સુધીમાં કુલ ૯૨૨૭ લોકો પાસેથી 18.45 લાખથી વધુ દંડની વસુલાત છતાં અમુક લોકો નથી દાખવતા ગંભીરતા

Updated: Jul 18th, 2020

GS TEAM

Google News
Google News
જૂનાગઢ ડિવિઝનમાં 495 લોકો પાસેથી 89000 હજારનો દંડ વસૂલ 1 - image


જૂનાગઢ, તા. 18 જુલાઈ, 2020, શનિવાર

જૂનાગઢ જિલ્લામાં દિવસે - દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા માસ્ક ન  પહેરવા તથા થુંકવા બદલ કાર્યવાહી કરાઇ રહી છે. ગઇકાલે જૂનાગઢ ડિવીઝનમાં ૪૯૫ લોકો પાસેથી ૯૯ હજારનો દંડ વસુલ કરાયો હતો. અત્યાર સુધીમાં કુલ ૯૨૨૭ લોકો પાસેથી ૧૮.૪૫ લાખના દંડની વસુલાત કરાઇ છે. છતાં અમુક લોકો હજુ ગંભીરતા દાખવતા નથી.

જૂનાગઢ જિલ્લામાં જુલાઇ માસની શરૂઆત થતાં જ કોરોના કેસનો રાફડો ફાટયો છે. તંત્ર અને સરકાર દ્વારા લોકોના આરોગ્યની સલામતી માટે માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે અને જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં લોકો હજુ ગંભીરતા દાખવતા નથી અને માસ્ક વગર આંટા મારે છે અને જ્યાં - ત્યાં થુંકે છે. 

જૂનાગઢ ડિવિઝનમાં પોલીસે આવા લોકો સામે ઝુંબેશ શરૂ કરી છે. ગઇકાલે એ. ડિવીઝનમાંથી ૧૨૯, બી. ડિવીઝનમાંથી ૧૧૫, સી. ડિવીઝનમાંથી ૪૩, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ૩૬, ભવનાથ પોલીસ સ્ટેશનમાંથી ૨૮, ભેંસાણમાંથી ૧૦, બિલખામાંથી ૩૩, મેંદરડામાંથી ૬૧ તથા વિસાવદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ૪૦ મળી કુલ ૪૯૫ લોકોને માસ્ક વગર તથા જાહેરમાં થુંકતા પકડી તેઓની પાસેથી કુલ ૯૯ હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 

આ અંગે ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ડિવીઝન હેઠળના પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૯૨૨૭ લોકોને માસ્ક વગર અને જાહેરમાં થુંકવા બદલ પકડી  તેઓની પાસેથી કુલ ૧૮,૪૫,૪૦૦ના દંડની વસુલાત કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને નિયંત્રણમાં લેવા સરકારે સચિવની નિમણૂંક કરી છે. ગઇકાલે તેઓએ યોજેલી મિટીંગમાં પણ જાહેરમાં  ભીડ એકત્ર ન થાય તેમજ લોકો માસ્ક પહેરે તે માટે સુચના આપી હતી. પરંતુ અમુક લોકો હજુ જાહેરમાં માસ્ક વગર આંટા મારી ગંભીરતા દાખવતા નથી અને પોતાના આરોગ્ય પર જોખમ ઉભું કરી રહ્યા છે. 

Tags :