Get The App

માણેક વાડાની સીમમાં પકડાયેલો 8292 બોટલ વિદેશી દારૂ

- પંજાબના ફિરોઝપુરથી દારૂ મંગાવ્યાનું ખુલ્યું

- 33.16 લાખનો દારૂ, ટ્રક, ટેમ્પો સ્કુટર, મોબાઇલ મળી કુલ 56.85 લાખનો મુદામાલ કબ્જે, ચાર શખ્સ ઝડપાયા

Updated: Jul 6th, 2019

GS TEAM

Google News
Google News
માણેક વાડાની સીમમાં  પકડાયેલો 8292 બોટલ વિદેશી દારૂ 1 - image


જૂનાગઢ,તા. 6 જુલાઈ 2019, શનિવાર

કેશોદ પોલીસે બાતમીના આધારે માણેકવાડાની સીમમાં દરોડો પાડી ત્યાં દારૂનું કટીંગ થાય તે પૂર્વે ૩૩.૧૬ લાખની કિંમતનો ૮૨૯૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ ચાર શખ્સની અટકાયત કરી હતી. પોલીસે દારૂ, ટ્રક, ટેમ્પો, સ્કુટર તથા મોબાઈલ મળી કુલ ૫૬.૮૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો પંજાબના ફિરોઝપુરથી મંગાવાયો હતો. આ મામલે કુલ નવ શખ્સોસામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના માણેકવાડાના નાથા ઉર્ફે કબાડી હરદાસ કુછડીયા છગન ઉર્ફે મુન્ના અરસી કેશવાલાના આંબાના બગીચામાં બહારથી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે વહેલી સવારે કેશોદ પી.આઈ.ડી.જે. ઝાલા, સહિતના સ્ટાફે માણેકવાડાની સીમમાં દરોડો પાડયો હતો. અને ત્યાં ટ્રકમાંથી ટેમ્પોમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું.

પોલીસે સ્થળ પરથી માણેકવાડાના પોલા લક્ષ્મણ ઓડેદરા, નાથા ઉર્ફે કેબાડી હરદાસ કુછડીયા, ધંધુસરના જયેશ ઉર્ફે જયલો કનુ મુળીયાસીયા, તથા પંજાબના અમૃતસરના ટ્રક ડ્રાઈવર પરગટસિંગ ઉર્ફે પગ્ગો અજેબસિંગ સંધીને પકડી લીધા હતાં. સ્થળ પર તપાસ કરતા ટેમ્પોમાંથી ૧૦૫ પેટી તથા ટ્રકમાંથી ૫૮૬ પેટી દારૂ મળી આવ્યો હતો. કુલ ૩૩.૧૬ લાખની કિંમતનો ૮૨૯૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ આટલા મોટા દારૂના જથ્થાને જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. 

પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ફિરોઝપુરના ટ્રક માલિક બગીચાસિંગ મોટાસિંગે મોકલ્યો હતો. તે અને નવા ગાંધી નામનો કલીનર નાસી ગયા હતાં. જયારે નાથા હરદાસ કુછડીયાએ જણાવ્યું હતું કે પોતે તથા ધંધુસરના હમીર મેરે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. અને છગન ઉર્ફે મુન્નાની વાડીમાં દારૂનું કટીંગ કરવા તેની સાથે પૈસા નક્કી કર્યો હતાં. પોલા લક્ષ્મણ ઓડેદરા વોચમાં બેઠો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ૩૩.૧૬ લાખનો દારૂ ટ્રક, ટેમ્પો, સ્કુટર મોબાઈલ સહિત કુલ ૫૬,૮૫,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ  મામલે પી.આઈ. ડી.જે. ઝાલાએ નાથા ઉર્ફે કબાડી હરદાસ, કુંછડીયા, જયેશ ઉર્ફે જયલો કનુ, પોલા લક્ષ્મણ ઓડેદરા, છગન ઉર્ફે મુન્નો અરસી કેશવાલા, ડ્રાઈવર પરગટસિંગ ઉર્ફે પગ્ગા સંધી, બગીચાસીંગ મોટાસીંગ, કલીનર ગાંધી, વિપુલ સુરા સુત્રેજા તથા હમીર મેરૂ સામે ફરિયાદ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની બે ટીમ અડધો કિ.મી. ચાલીને વાડી સુધી પહોંચી
વાહનની લાઈટ અને અવાજના લીધે બુટલેગરો નાસી ન જાય એ માટે પોલીસની બે ટીમ રોડ પર વાહન રાખી ્ડધો કિ.મી. ચાલીને વાડી સુધી પહોંચી હતી ત્યાં પહોંચતા જ બુટલેગરોએ પોલીસ પોલીસ બુમો પાડી હતી. નાસભાગ થઈ ગઈ હતી.

Tags :