જામનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે પાંચ બેઠકો પરના સુરક્ષા જવાનોનું પોસ્ટલ બેલેટથી મતદાન


- શહેરમાં વિદ્યોતેજક મંડળ સંચાલિત ઈમારતમાં પોલીસ- હોમગાર્ડ અને જીઆરડીના ૩૦૯૯ જવાનો માટે કાર્યવાહી

જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કાયદો- વ્યવસ્થા જાળવવા માટે જેમને ફરજ સોંપવામાં આવી છે તેવા પોલીસ- હોમગાર્ડ અને જી. આર.ડી. ના જવાનો માટે બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે.  જામનગર જિલ્લાની કાલાવડ (અનામત), જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર (દક્ષિણ) તેમજ જામજોધપુર વિધાનસભા બેઠકો માટે આગામી તા. 1 નારોજ મતદાન થવાનું છે. આ માટે ચૂંટણી તંત્ર દ્વારા ફરજ પર મુકાયેલા ૩૦૯૯ સુરક્ષા દળના જવાનો માટે શહેરના પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય ખાતે આજે બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા  કરવામાં આવી છે.

આ સ્થળે પોલીસના ૯૫૯ જવાનો, જી.આર.ડી. ના ૭૮૬ તેમજ હોમગાર્ડના ૧૩૫૭ જવાનો મતદાન માટે નોંધાયેલા છે. જેમના દ્વારા મતપત્રકથી મતદાન કરવામાં આવ્યુ છે. 

આ વેળાએ જામનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધી, જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

City News

Sports

RECENT NEWS