Get The App

જામનગરમાં છુટક શાકભાજીનું વેચાણ કરતા વિક્રેતાઓનુ આવતીકાલથી થશે મેડિકલ ચેકઅપ

Updated: Apr 21st, 2020

GS TEAM

Google News
Google News
જામનગરમાં છુટક શાકભાજીનું વેચાણ કરતા વિક્રેતાઓનુ આવતીકાલથી થશે મેડિકલ ચેકઅપ 1 - image

જામનગર, તા. 21 એપ્રીલ 2020, મંગળવાર

જામનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની આજે કોરોનાવાયરસ ના સંક્રમણની સામે લડત કરવાના ભાગરૂપે મહત્વની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જામનગર શહેર શાકભાજીનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને આવતીકાલે મેડીકલ ચેકઅપ હાથ ધરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જેથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીથી ખરીદી કરવા માટે આવતા તમામ ફેરિયાઓ અને વિક્રેતાઓને કે જેઓ જે તે વિસ્તારમાં શાકભાજી પહોંચાડવા જાય છે, તે તમામ નું મેડિકલ ચેકઅપ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવશે.

બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કેઅત્યાર સુધીમાં કુલ 1410 વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. જે પૈકી 203 વ્યક્તિઓ હજુ કોરોન્ટાઈન છે. આ ઉપરાંત 253 વ્યક્તિઓને સમરસ હોસ્ટેલ માં રાખવામાં આવ્યા છે.

મહાનગરપાલિકામાં 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકાના એક કર્મચારી, એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીની રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે અને શંકાસ્પદ કિસ્સાઓમાં તેઓ દ્વારા જીજી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત 194 લોકો કે જે બહારથી આવેલા છે. તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. પરંતુ તે તમામ નેગેટિવ આવ્યા છે. દરેડ મા થોડા દિવસ પહેલા કોરોનાવાયરસ નો કેસ થયો હતો. તે અન્વયે સતત બે દિવસ સુધી આ સમગ્ર વિસ્તારને શેનીટૉઈઝ કરવામાં આવ્યો હતો. અને 30 શંકાસ્પદ કિસ્સાઓમાં આ લોકોના સંસર્ગ માં આવેલા વ્યક્તિઓની તપાસણી કરવામાં આવી હતી. જોકે તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના બાર આરોગ્ય કેન્દ્રમાં કુલ 34,183 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જે પૈકી શરદી-ઉધરસના 1289 કિસ્સાઓમાં અલગથી વારંવાર ફોલોઅપ કરી તપાસ કરવામાં આવી છે. 29509 લોકોને ઈમ્યુનિટી પાવર વધે તે માટે ની હોમયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના નિરાધાર લોકો માટે ભિક્ષુકોને હાપા શેલ્ટર સેન્ટર હોમમાં ૫૪ વ્યક્તિઓને રાખવામાં આવી છે. જેઓને બંને ટાઇમ જમવાનું જલારામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે.

Tags :