Jamnagar

વડોદરા: હોસ્ટેલમાં રહેતી કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થીનીને ફસાવવા સામાજિક કાર્યકરે કહ્યું, મારી કારમાં બેસી જા..

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં કોલેજની વિદ્યાર્થીનીને ફસાવવા માટે એક સામાજિક કાર્યકર દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતા યુવતીએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. હોસ્ટેલ પર જવા માટે વાહનની રાહ જોતી યુવતીને કારમાં લિફ્ટ આપવાના બહાને યુવકે શરીરને સ્પર્શ કર્યો હતો. આ અંગે યુવતીએ અભયમ હેલ્પલાઇનમાં જાણ કરતા પોલીસ દ્વારા CCTV ફૂટેજ મેળવી ન્યાય અપાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: હોસ્ટેલમાં રહેતી કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થીનીને ફસાવવા સામાજિક કાર્યકરે કહ્યું, મારી કારમાં બેસી જા..

Vadodara: વડોદરામાં કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને ફસાવવા માટે સામાજિક કાર્યકર દ્વારા સતત હેરાનગતિ થતા કંટાળેલી યુવતીએ તેને પાઠ ભણાવવા કાર્યવાહી કરી છે.

બહારગામની વિદ્યાર્થીની હોસ્ટેલ પર જવા માટે વાહનની રાહ જોતી હતી અને રેપીડો પણ નહીં મળતા વૈકલ્પિક વ્યવસ્થા માટે પ્રયત્ન કરતી હતી તે વખતે કાર લઈને તેના પર સતત વોચ રાખી રહેલો એક યુવક તેની પાસે આવ્યો હતો. યુવકે કહ્યું હતું કે હું સામાજિક કાર્યકર શું તમારી તકલીફ જોઈ રહ્યો છું મારી કારમાં બેસી જાઓ તમને છોડી દઈશ.

વિદ્યાર્થીનીએ કોઈ રિસ્પોન્સ નહીં આપતા કાર્ય કરે ફરીથી તેને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમાજસેવા મારું કામ છે મારા પર ભરોસો રાખો તેમ કહી વાત લંબાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજી ગયેલી વિદ્યાર્થીનીએ મારી તબિયત સારી નથી મારાથી દૂર જાવ… તેમ કહેતા કાર્ય કરે વડોદરાના ઘણા સારા ડોક્ટર મારા મિત્ર છે અને તમને ફ્રીમાં સારામાં સારી ટ્રીટમેન્ટ મળી જશે તેમ કહ્યું હતું.

વિદ્યાર્થીનીએ સારવાર લેવાનો ઇનકાર કર્યો હતો અને સરકારી ડોક્ટરની સારવાર ચાલે છે તેવો જવાબ આપ્યો હતો. આ વખતે યુવકે એવી દલીલ કરી હતી કે સરકારી ડોક્ટર કરતાં ખાનગી ડોક્ટરની ટ્રીટમેન્ટ વધુ અસરકારક હોય છે અને તરત જ રાહત મળી જશે. જો ઈચ્છા હોય તો હું સારવાર અપાવું.

વિદ્યાર્થીની એ કોઈ રિસ્પોન્સ નહીં આપતા યુવક તેને મોબાઈલ નંબર આપીને ચાલ્યો ગયો હતો. જેથી વિદ્યાર્થીને થોડો વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ બે દિવસથી યુવક સતત પીછો કરતો હતો અને તારું હિમોગ્લોબિન ઓછું છે ચાલ હું ડોક્ટર પાસે લઈને પાછો મૂકી જવું તેમ કહીને સારવારનો આગળ રાખતો હોવાથી વિદ્યાર્થીની કારમાં બેઠી હતી.

આ વખતે કહેવાતા કાર્ય કરે તબિયત જોવાના બહાને તેના શરીરને સ્પર્શ કર્યો હતો અને ત્યારબાદ શારીરિક છેડા કરવા માંડતા વિદ્યાર્થીની ઉતરીને ભાગી ગઈ હતી. બનાવ અંગે તેણે અભયમને જાણ કરતા પોલીસ સાથેની ટીમ આવી ગઈ હતી પરંતુ કહેવાતો કાર્યકર નજરે પડ્યો ન હતો પોલીસે આ બાબતે કાર્યવાહી કરવા માટે તેમજ કાર કે યુવકનો ફોટો કે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તૈયારી કરી ન્યાય અપાવવા માટે ખાતરી આપતા વિદ્યાર્થીની પાઠ ભણાવવા તૈયાર થઈ છે.