Jamnagar

જામનગરની વંડાફળીની 64 જોગણી ગરબીમાં નાની બાળાઓની અનોખી આરાધના

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના વંડાફળી વિસ્તારમાં 64 જોગણી ગરબી નવરાત્રિનું મુખ્ય આકર્ષણ છે. અહીં 5 વર્ષથી નાની 64 બાળાઓ માતાજીના ગુણગાન ગાતી ગરબે ઘૂમે છે. આ મનમોહક રાસ અને ભક્તિમય માહોલ નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંપરા અને શ્રદ્ધાનો સમન્વય રજૂ કરતી આ ગરબી જામનગર માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની વંડાફળીની 64 જોગણી ગરબીમાં નાની બાળાઓની અનોખી આરાધના

Jamnagar: જામનગર શહેરના વંડાફળી વિસ્તારમાં વર્ષોથી યોજાતી 64 જોગણી ગરબી નવરાત્રિનું એક આગવું આકર્ષણ બની રહી છે. આ ગરબીની વિશેષતા એ છે કે તેમાં પાંચ વર્ષથી નાની 64 બાળાઓ માતાજીનાં ગુણગાન ગાઈને ગરબે ઘૂમે છે અને ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે. નાની-નાની બાળાઓના મનમોહક રાસ અને ભક્તિમય માહોલને નિહાળવો એ શ્રદ્ધાળુઓ માટે એક અનોખો લહાવો બની રહે છે.

વંડાફળીની આ વિશિષ્ટ ગરબી નિહાળવા બાળાઓનાં વાલીઓ, પરિવારજનો ઉપરાંત જામનગરના અન્ય નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નાની બાળાઓના તાલબદ્ધ રાસ અને માતાજીની આરાધનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. પરંપરા, સંસ્કાર અને શ્રદ્ધાનો સુંદર સમન્વય રજૂ કરતી વંડાફળીની ૬૪ જોગણી ગરબી જામનગર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.