સિદસરનું ઉમીયાધામ મંદિર 15મી ઓગસ્ટ સુધી બંધ
- ભક્તજનોને પ્રવેશ અપાશે નહીં
- કોરોનાનું સંક્રમણ વધતા તથા વેણુ નદીનો પુલ ડેમેજ થતા ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય
જામનગર, તા. 20 જુલાઈ, 2020, સોમવાર
જામજોધપુર તાલુકાના સીદસરમાં આવેલા ઉમિયાધામ મંદિર મા ભક્તજનોને ૧૫ ઓગસ્ટ સુધી પ્રવેશ આપવામાં નહીં આવે, તેવી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જામજોધપુર પંથકમાં હાલમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે, સાથોસાથ જામજોધપુર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, અને વેણુ નદી પર આવેલો પુલ કે જે પુલ ઉપર થી સીદસર ઉમીયાધામ ના મંદિરે અવરજવર કરી શકાય છે. જે પુલ ડેમેજ થઈ ગયો હોવાથી આગામી ૧૫મી ઓગસ્ટ સુધી મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવા માટેનો નિર્ણય ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયો છે.