Jamnagar

જામનગરમાં ડીકેવી સર્કલ પાસે રિક્ષાની ટક્કર બાદ બે મહિલાઓએ ચાલકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો!

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
જામનગરના ડી.કે.વી. સર્કલ પાસે ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે એક રિક્ષાચાલકે સ્કૂટરને ટક્કર મારતાં બે મહિલાઓ નીચે પટકાઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ જાહેરમાં રિક્ષાચાલકને મેથીપાક ચખાડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ રિક્ષાચાલક દારૂના નશામાં હોવાની આશંકા હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. બાદમાં બંને પક્ષો ત્યાંથી રવાના થઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ડીકેવી સર્કલ પાસે રિક્ષાની ટક્કર બાદ બે મહિલાઓએ ચાલકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો!

Jamnagar: જામનગરના ડી.કે.વી. સર્કલ પાસે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં અકસ્માત બાદ વિચિત્ર દૃશ્યો સર્જાયાં હતાં. પૂરપાટ ઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે આગળ જઈ રહેલા સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર પર સવાર બે મહિલાઓ નીચે પટકાઈ પડી હતી. જોકે, અકસ્માત બાદ બંને મહિલાઓએ રોષે ભરાઈને રિક્ષાચાલક પર રીતસર તૂટી પડી હતી અને જાહેરમાં તેને મેથીપાક ચખાડ્યો હતો.

આ બનાવને પગલે આસપાસના લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રિક્ષાચાલક દારૂના નશામાં હોવાની આશંકા જણાતી હતી. આ દરમિયાન એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો, જે ગઈકાલે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

બીજી તરફ, બંને મહિલાઓએ રિક્ષાચાલક સાથે બોલાચાલી અને મારામારી કર્યા બાદ પોતાનું સ્કૂટર લઈને ત્યાંથી ચાલતી પકડી હતી, જ્યારે રિક્ષાચાલક પણ કોઈ વધુ માથાકૂટ કર્યા વિના રિક્ષા ચાલુ કરીને ત્યાંથી રવાના થઈ ગયો હતો.