જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અંગે બે સ્થળે દરોડા: દારૂ બે ના ધંધાર્થીની અટકાયત: એક ફરાર
image : Freepik
જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર
જામનગર શહેર અને કાલાવડ તાલુકાના જીવાપરમાં પોલીસે દારૂ અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને બે આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે એક સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.
જામનગરમાં સૌ પ્રથમ ઇંગ્લિશ દારૂ અંગેનો દરોડો સૂર્યવંશી ચોકમાં રહેતા ઉમેશ ઉર્ફ બાબુડી પ્રકાશભાઈ નાખવાના મકાન પર પાડ્યો હતો. જ્યાંથી 52 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લઇ આરોપી ઉમેશ નાખવાની અટકાયત કરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ નો જથ્થો તેને જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા મુર્તુઝા ઉર્ફે લાડુળો નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ થઈ છે.
દારુ અંગેનો બીજો દરોડો કાલાવડ તાલુકાના જીવાપર ગામોમાં પાડવામાં આવ્યો હતો. ત્યાં રહેતા કૈલાશ વેસ્તાભાઈ મસાણીયા નામના શખ્સની અટકાયત કરી લઈ, તેણે પોતાની વાડીમાં સંતાડેલો 89 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે.