જામનગર સિવિલમાં ચાલુ ઓપરેશને બે ડોક્ટરોએ ફોટોગ્રાફી કરતાં સસ્પેન્ડ કરી દેવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરઃ શહેરમાં સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરોને ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્ચાં છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના ચાલુ ઓપરેશન દરમિયાન ડો. પ્રતીક અને ડો.ઈશ્વર ફોટોગ્રાફી કરતાં હતાં. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સિનિયર ડોક્ટરોની સમિતિની રચના કરવામાં આવી છે.
ફોટોગ્રાફી કરનારા ડોક્ટરો પાસે ખુલાસો મંગાવાશે
જામનગર મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, સર્જરી વિભાગમાં લાંબા સમય બાદ એક દર્દીની સર્જરી ચાલુ હતી. બંને ડોક્ટરોએ આનંદના ઉન્માદમાં આવીને ફોટો લીધો હતો. ત્યાર બાદ આ ફોટો વાયરલ થયા હતાં. ડીને વધુમાં કહ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી કરવી સંસ્થાના નિયમોની વિરૂદ્ધ છે. જેથી બંને ફોટોગ્રાફી કરનારા ડોક્ટરો પાસે ખુલાસો મંગાવાશે અને બાદમાં કાર્યવાહી કરાશે.




