જામનગર,તા.06 નવેમ્બર 2023,સોમવાર
જામનગર શહેરમાં જાહેર માર્ગો પર દિવાળીની સિઝનની ચીજ વસ્તુના આડેધડ સ્ટોલ ફુટી નિકળ્યા છે. ત્યારે ગઈકાલે સીટી બી.ડીવીઝન પોલીસે બે દિવાળી સિઝન સ્ટોલ સંચાલક સામેં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સીટી બી.ડીવીઝન પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ ચંદ્રીકાબેન અશોકકુમાર પંડ્યા અને દશરથસિંહ મોહબતસિંહ પરમાર સહિતના હનુમાન ગેઈટ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ડીકેવી પાસે જાહેર માર્ગ પર ટ્રાફીકને અવરોધરૂપ દિવાળી સીઝનનો સ્ટોલ ઉભો કરનાર જગદીશભાઈ બહાદુરભાઈ રાણા અને બીજા સ્ટોલ ધારક પરેશભાઈ મધુભાઈ ડોણાસિયા વિરૂદ્ધ ઈ.પી. કો. કલમ 383 મુજબનો ગુનો દાખલ કરી નોટિસ આપી મુકત કર્યા હતા.


