જામજોધપુરની ફુલઝર નદીમા માછલી પકડવા ગયેલા યુવાનનું ડૂબી જતાં કરૂણ મૃત્યુ
જામનગર, તા. 12 મે 2020, મંગળવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામનો એક યુવાન ફુલઝર નદીમા માછલી પકડવા માટે ગયો હતો. જે દરમિયાન અકસ્માત માટે નદીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના જૂની આંબરડી ગામમાં રહેતો રમેશ કાનાભાઈ દેગામા નામનો 28 વર્ષનો યુવાન કે જે માછલી પકડવા જવાની ટેવ વાળો હતો, અને વારંવાર ફુલઝર નદીમા માછલી પકડવા જતો હતો. દરમિયાન ગઇકાલે પણ તે માછલી પકડવા જતાં અકસ્માતે ફુલઝર નદીમા પડી ગયો હતો, અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં શેઠ વડાળા પોલીસે તેના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.