Updated: May 26th, 2023
જામનગર,તા.26 મે 2023,શુક્રવાર
લાલપુર નજીક પીપળી ગામ પાસે સસોઈ ડેમ નજીકના વિસ્તારમાં નિંદ્રાધીન અવસ્થામાં રહેલા એક યુવાન પર એક ડમ્પર ચાલકે તોતિંગ વીલ ફેરવી દેતાં ડમ્પર નીચે ચગદાઈ જવાના કારણે યુવાનનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યનો વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ પાસે આવેલા સસોઈ ડેમની સાઈડ પર મજૂરી કામ કરતો રાજકુમાર હરિનારાયણ જોહરી નામનો યુવાન કે જે ડેમની સાઈટમાં એક સ્થળે સૂતો હતો.
જે દરમિયાન પુર ઝડપે આવી રહેલા જીજે.10 ટી.એક્સ 4005 નંબરના ડમ્પરના કે તેના ઉપરથી ડમ્પરના વહીલ ફેરવી દેતાં ગંભીર થવાના કારણે રાજકુમાર નું ગંભીર ઇજા થઇ હતી.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મિત્ર રામનાથ ગોરખભાઈ નિશાદે પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.