mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરના બેડી ગેઇટ પાસે ટ્રાફિક થી ધમધમતા રોડ પર એસટી બસમાં પંચર પડી જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Updated: Dec 23rd, 2023

જામનગરના બેડી ગેઇટ પાસે ટ્રાફિક થી ધમધમતા રોડ પર એસટી બસમાં પંચર પડી જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા 1 - image

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરમાં બેડીનાકા વિસ્તારમાં વહેલી સવારે એસટી બસનું ટાયર પંચર થયું હતું, અને એસટી બસ માર્ગની વચ્ચે થંભી ગઈ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા, અને પોલીસને ભારે કવાયત કરવી પડી હતી.

રાજકોટ થી જામનગર તરફ આવી રહેલી એક એસટી બસ આજે સવારે બેડી ગેઇટ વિસ્તારમાં પહોંચી હતી, તે સમયે એસટી બસના પાછલા ટાયરમાં એકાએક પંચર પડી ગયું હતું, અને એસટી બસ માર્ગની વચ્ચે થંભી ગઈ હતી.

જામનગરના બેડી ગેઇટ પાસે ટ્રાફિક થી ધમધમતા રોડ પર એસટી બસમાં પંચર પડી જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા 2 - image

વહેલી સવારે આ વિસ્તાર વાહનોથી ધમધમતો હોય છે, ત્યારે આ બસ માર્ગની વચ્ચે બંધ પડી હોવાના કારણે કેટલાય વાહન ચાલકો ફસાયા હતા, અને ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા.

ટ્રાફિક પોલીસને જાણ થવાથી પોલીસ દ્વારા ભારે કવાયત કરીને વહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. એસટી બસ ના સ્ટાફ દ્વારા પણ પંચર થયેલું ટાયર સ્થળ પર બદલાવવા માટેના અનેક પ્રયત્નો કરાયા હતા. જેમાં સમય લાગતાં ટ્રાફિક જામ થયો હતો.

Gujarat