Get The App

જામનગર શહેર માંથી લોકડાઉન નો ભંગ કરનારા વધુ ત્રણ વેપારીઓ પકડાયા

- શહેરમાં ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાયદાનો દંડો ઉગામ્યો: 9 સ્થળોએથી 64ની અટકાયત

- નાઘેડી અને કનસુમરા માંથી ક્રિકેટ રમતા 19 શખ્સો પકડાયા: અન્ય 20 ફરાર

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
જામનગર શહેર માંથી લોકડાઉન નો ભંગ કરનારા વધુ ત્રણ વેપારીઓ પકડાયા 1 - image

જામનગર, તા. 04 એપ્રીલ 2020, શનિવાર

જામનગર શહેરમાં લોકડાઉન દરમિયાન પણ પોતાની દુકાન ખુલ્લી રાખનાર ત્રણ વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. જામનગર શહેરમાં લોક ડાઉન નો ભંગ કરીને જાહેરમાં નો ભંગ કરનારા લોકો સામે પોલીસે તવાઇ બોલાવી છે.

જુદાંજુદાં 9 જેટલા સ્થળો પરથી 64 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. જેમાં ડ્રોન કેમેરા ની પણ મદદ લેવાઈ છે. જામનગર નજીક કનસુમરા અને નાઘેડીમાં લોક ડાઉન નો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમી રહેલા 19 શખ્સોને પોલીસે પકડી પાડયા હતા જ્યારે અન્ય 20ને ફરાર જાહેર કર્યા છે.

જામનગર શહેરમાં લોક ડાઉન કરનારા ત્રણ વેપારીઓ અર્જુનભાઈ લીલારામ કટારમલ, આરીફ ઓસ્માણભાઈ સોલંકી અને દરજી કામ ના વેપારી રાજેશ નરસિંહભાઈ ચુડાસમા વગેરેને પોલીસે લોક ડાઉન દરમિયાન પોતાની દુકાન ખુલ્લી રાખવા અંગે પકડી પાડયા છે. અને ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. જેઓની દુકાન હાલ બંધ કરાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત જામનગરની એલ.સી.બી શાખા તેમજ ત્રણેય ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન પોલીસે ડ્રોન કેમેરા ની મદદ લઈને ઘરની બહાર નીકળનારા શખ્સો સામે તવાઈ બોલાવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી કુલ 64 લોકો ને પકડી પાડવામાં આવ્યા છે. અને તમામ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા છે.

જેમાં પાંચ સ્થળેથી ડ્રોન કેમેરાની મદદથી જ ઘરથી બહાર નીકળનારો ને પકડી પાડવામાં આવ્યા છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા શહેરમાં લોક ડાઉન દરમિયાન વિના કારણે ઘરની બહાર નીકળેલા ૨૮ વાહનચાલકોના ટુ વ્હીલર ડિટેઈન કરી લેવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના કનસુમરા ગામ મા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં એકત્ર થઇને લોકો ક્રિકેટ રમી રહ્યા છે તેવી માહિતીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં ક્રિકેટ રમી રહેલા નદીન ઈસુબ ભાઈ ખીરા, ફારૂક આમદ ખીરા સહિત ૧૩ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
Tags :