જામનગરની જી.જી હોસપીટલની બ્લડ બેન્કમાં ચકાસણી અર્થે આવેલા વધુ ત્રણ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા
જામનગર, તા. 29 માર્ચ 2020, રવિવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં આજે સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાવાયરસ ના શંકાસ્પદ 13 દર્દીઓના સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા જે પૈકી વધુ ત્રણ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે અન્ય દસ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે કોરોનાવાયરસ નાં શંકાસ્પદ દર્દીઓ પૈકી પોરબંદરના ત્રણ શંકાસ્પદ દર્દી, જામનગર ના ત્રણ શંકાસ્પદ દર્દી, ગીર સોમનાથના પાંચ શંકાસ્પદ દર્દી, તેમજ દેવભૂમિ દ્વારકા અને રાજકોટ ના એક એક દર્દીઓ મળી કુલ ૧૩ દર્દીઓના રિપોર્ટ ચકાસણી માટે આવ્યા હતા.
જેની ચકાસણી દરમિયાન આજે સાંજે ત્રણ સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજકોટના એક, પોરબંદરના એક અને ગીર સોમનાથના એક દર્દી નો સમાવેશ થાય છે. બાકીના જામનગરના ત્રણ સહિતના અન્ય દસ શંકાસ્પદ દર્દીઓ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જામનગર શહેરમાં આજે પણ ત્રણ શંકાસ્પદ દર્દીઓ નો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.