જામનગર, તા. 6 મે 2020 બુધવાર
કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા સોહીલ સાજીદભાઈ મલેક નામના 20 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા સાજીદભાઈ મલેકે પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પુછપરછ દરમિયાન મૃતક યુવાન પોતાના ઘેર નારિયેળ માંથી પાણી કાઢતો હતો, જે દરમિયાન નાળિયેર તોડવા બાબતે મોટાભાઈ સાથે ઝઘડો થયો હતો. જેથી તેણે પાણી મોટાભાઈના મોઢા પર ઊડાવ્યું હતું.
જે બાબતે પિતાએ ઠપકો આપતા માઠું લાગવાથી પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જાહેર થયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


