જામજોધપુર તાલુકાના બાલવા ગામનો કરુણાજનક કિસ્સો: માવતરે આવેલી પરિણીતાનો આપઘાત
- જામજોધપુર તાલુકાના બાલવા ગામનો કરુણાજનક કિસ્સો: માવતરે આવેલી પરિણીતાનો આપઘાત
જામનગર, તા. 20 એપ્રીલ 2020, સોમવાર
જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતી અને કચ્છ જિલ્લાના ગઢસીસા ગામમાં પરણાવેલી મંગુબેન નાથાભાઈ ચૌહાણ નામની ૩૦ વર્ષની પરિણીત યુવતી એ ગઈ કાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેનું બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા ધનાભાઈ પરમારે પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક મંગુબેન કે જે પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી, અને એકાએક લોક ડાઉન લાગુ પડી ગયું હતું. જેથી પોતાના સાસરે પરત જઈ શકી ન હતી. હાલમાં તેના સાસરે જવા તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ હોવાથી માવતર પક્ષના સભ્યોએ લોક ડાઉન ખુલે ત્યાર પછી જ સાસરે જવાનું કહેતાં તેણી ને માઠું લાગી આવ્યું હતું અને આ પગલું ભરી લીધું હતું.
મૃતક ને સંતાનોમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે. જેમાં એક પુત્ર પિતા પાસે રોકાયો છે. જ્યારે ત્રણ સંતાનોને સાથે લઈને પોતે જામજોધપુર આવી હતી. દરમિયાન પાછળથી આ પગલું ભરી લેતા પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.