જામનગરના બેડી વિસ્તારમાં આવેલી પાન-બીડીની બંધ દુકાનમાં તસ્કરોનો હાથફેરો
- બીડીના 120 બાંધા અને ચૂનાના પાર્સલો વગેરેની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ
જામનગર, તા. 13 એપ્રીલ 2020, સોમવાર
જામનગર શહેરમાં લોક ડાઉન દરમિયાન કેટલાક વ્યસન ના બંધાણી એવા તસ્કરોએ પાન બીડી ની દુકાન ને પણ મૂકી નથી. જામનગરના બેડી વિસ્તારમાં આવેલી પાનબીડી ના હોલસેલ વેપારી ની દુકાન માં કોઈ તસ્કરોએ ખાતર પાડયું હતું અને બીડીના 120 બાંધા તેમજ ચૂના પડીકાના 4 થેલા ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગરના પટેલ કોલોની શેરી નંબર 11માં મીરા એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડી વિસ્તારમાં રામ મંદિર ચોક મા પાન બીડી ની હોલસેલ ની દુકાન ચલાવતા યોગેશભાઈ મનસુખભાઈ સોમૈયાએ પોતાની દુકાનમાંથી કોઈ તસ્કરો ર બીડીના 120 બાંધાનો જથ્થો ઉપરાંત 10 કિલો ચૂનાના 4 થેલાની ચોરી કરી લઇ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે યોગેશભાઈ સોમૈયાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દુકાન ની પાછળના ભાગમાં આવેલી છીતરી માંથી પ્રવેશ કરી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.