જામનગર તા. 02 એપ્રીલ 2020, ગુરુવાર
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં આજે સૌરાષ્ટ્રભરમાંથી વધુ છ કોરોના રોગ હોવાની શંકાના આધારે સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે.
જેમાં જામનગર શહેરનો એક મોરબીનો એક, પોરબંદરનો એક અને દેવભૂમિ દ્વારકાના ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જેનો સાંજે રિપોર્ટ આવશે.


