જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઇ રાત્રે અને આજે 3 જિલ્લામાંથી આવેલા 62 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા
જામનગર, તા.27 એપ્રિલ 2020, સોમવાર
જામનગર જિલ્લા માંથી ગઇ કાલે મોડી રાત્રે 26 અને આજે પ્રથમ રાઉન્ડમાં 4 મળી 30, તેમજ મોરબી, પોરબંદર જિલ્લા સહિત 3 જિલ્લામાંથી આવેલા 62 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેય જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇ રાત્રે 36 અને આજે સવારે 4 મળી કુલ 40 કોરોનાવાયરસના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જ્યારે મોરબી જિલ્લાના 2 અને પોરબંદર જીલ્લાના 20 મળી કુલ 62 સેમ્પલો જી.જી.હોસ્પિટલમાં ચકાસણી માટે આવ્યા હતા. તે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં અત્યાર સુધી 2,495 સેમ્પલનુ પરીક્ષણ કરી લેવાયું છે.