જામનગરમાં મૃત્યુ પામેલા બાળકનો કોરોનાવાયરસનો રિપોર્ટ અમદાવાદની લેબમાં પણ પોઝિટીવ આવ્યો
જામનગર, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર
જામનગર તાલુકાના દરેડ ગામમાં કોરોનાથી સંક્રમિત 14 મહિનાના બાળકનું જી જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જે બાળકનો જામનગરની લેબમાં પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી ક્રોસ ચેકિંગ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
જો કે બાળકનું પરમ દિવસે રાત્રે મૃત્યુ નીપજ્યું હતું અને તેની અંતિમવિધિ થઈ ગઈ છે. પરંતુ ગઈકાલે તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર બાળકને કોરોનાવાયરસ નું સંક્રમણ ક્યાંથી લાગ્યું તે દિશામાં તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.