For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા મતદાન જાગૃતિ હેતુ રંગોળીનું સર્જન કરવામાં આવ્યું

Updated: Nov 24th, 2022

Article Content Image

- રંગોળીમાં આઝાદી પછીના ભારતના પ્રથમ મતદાર શ્રી શ્યામ શરણ નેગીના ચિત્રનું આલેખન કરાયું

જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

જામનગરમાં વધુમાં વધુ લોકો મતદાન સાથે જોડાય એવા મતદાન જાગૃતિના શુભ આશયથી જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા ભારત દેશનાં પ્રથમ મતદાર એવાં શ્રી શ્યામ શરણ નેગીના રંગોળી ચિત્રનું આલેખન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે શ્રી શ્યામ શરણ નેગી આઝાદી પછીના ભારતના પ્રથમ અને સૌથી વયસ્ક મતદાર હતા.વ્યવસાયે શિક્ષક એવા શ્રી નેગી હિમાચલ પ્રદેશના કલ્પાના વતની હતા.જેઓએ ભારત દેશ આઝાદ થયાં બાદ વર્ષ ૧૯૫૧ માં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં મતદાન કરી દેશનો સર્વપ્રથમ મત આપ્યો હતો.

Article Content Image

એમના જીવનથી પ્રેરણા લઈ વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય અને " IF HE COULD THEN WE SHOULD " આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું સર્જન રિદ્ધિ શેઠ દ્વારા વાલકેશ્વરી,જામનગર ખાતે કરવામાં આવ્યું છે.

Gujarat