Get The App

કાલાવડ: તમાકુના વેપારીના વેચાણનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વેપારી સામે ગુનો દાખલ કર્યો

Updated: May 3rd, 2020

GS TEAM

Google News
Google News
કાલાવડ: તમાકુના વેપારીના વેચાણનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વેપારી સામે ગુનો દાખલ કર્યો 1 - image


જામનગર, તા. 3 મે 2020 રવિવાર

જામનગર જિલ્લાના કાલાવડમાં ધોરાજી રોડ પર આવેલી સદગુરૂ એજન્સી નામની તમાકુ પાનની દુકાનમાંથી લોક ડાઉન દરમિયાન તમાકુનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયા પછી પોલીસે વેપારી સામે ગુનો દાખલ કર્યો છે. જે વેપારી હાલ રાજકોટ ચાલ્યો ગયો હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ધોરાજી રોડ પર સદગુરૂ એજન્સી નામની તમાકુ પાન ની દુકાન આવેલી છે, જેના સંચાલક મનિષ સુરેશકુમાર સોઢા દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોતાની દુકાન ખોલી અંદરથી તમાકુનું વેચાણ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં ઉપરોક્ત વિડીયો ફરતો થયા પછી કાલાવડ ગ્રામ્ય પોલીસે વેપારી સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

સરકાર પક્ષે પોલીસે જાતે ફરિયાદી બની સદગુરૂ એજન્સીના સંચાલક મનિષ સુરેશભાઈ સોઢા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ વેપારી રાજકોટ ચાલ્યો ગયો હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે.

Tags :