Jamnagar

કાલાવડના નિકાવા ગામે નદીમાંથી પાણી ખેંચવાની બે મોટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઉંડ નદીમાંથી ખેતરમાં પાણી ખેંચવા રાખેલી 2 સબમર્સિબલ મોટર અને કેબલ વાયરની ચોરી થઈ છે. ખેડૂત પંકજભાઈ તાળાની વાડી પાસેની નદીમાંથી રૂ. 21,500ની કિંમતની મોટર અને વાયર ગાયબ થયા. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન અજાણ્યા તસ્કરોએ આ ચોરી કરી. કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના નિકાવા ગામે નદીમાંથી પાણી ખેંચવાની બે મોટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઉંડ નદીમાંથી ખેતરમાં પાણી ખેંચવા માટે રાખવામાં આવેલી બે સબમર્સિબલ મોટર તથા કેબલ વાયરની ચોરી થતાં ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નિકાવા ગામના ખેડૂત પંકજભાઈ રણછોડભાઈ તાળાની વાડીના શેઢા પાસે આવેલી ઉંડ નદીમાંથી પાણી ખેંચવા માટે સાડા સાત હોર્સપાવરની બે સબમર્સિબલ મોટર રાખવામાં આવી હતી. તા. 28 ઓક્ટોબરના રાત્રિના દસેક વાગ્યાથી તા. 2 નવેમ્બરના સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બંને મોટર ઉઠાવી ગયા હતા.

ચોરાયેલી મોટરમાં એક નવી મોટરની કિંમત રૂપિયા 12 હજાર અને જૂની મોટરની કિંમત રૂપિયા આઠ હજાર તથા આશરે 100 ફૂટ કોપર કેબલ વાયરની કિંમત રૂપિયા 1,500 મળી કુલ રૂપિયા 21,500નો મુદ્દામાલ ચોરાયો છે. બનાવ અંગે ખેડૂતની ફરિયાદ પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.