જામનગરમાં "કોરોના વોરિયર્સ" દંપતિના એક વર્ષના પુત્રનો પોલીસે જન્મદિવસ ઉજવ્યો
- માતા-પિતા અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હોવાથી પોલીસ દ્વારા પુત્રની જન્મદિવસની વિશેષ ઉજવણી કરાઈ
જામનગર, તા. 8 મે 2020, શુક્રવાર
જામનગરમાં રહેતા ધ્રુવીક નામના એક વર્ષના બાળકની જન્મદિવસની ઉજવણી આઇપીએસ અધિકારી તથા અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં ધ્રુવિકના ઘરે જઈને કરવામાં આવી હતી. આ સમયે અન્ય પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને ધ્રુવિકને ગિફ્ટ આપી જન્મદિવસ ઉજવ્યો હતો.
ધ્રુવિકના માતા પિતા હાલ કોરોના મહામારીની લડતમાં "કોરોના વોરિયર્સ" તરીકે ફરજ બજાવી રહ્યા છે. પિતા કલ્પેશભાઈ મકવાણા કે જેઓ પડધરીમા તબીબ તરીકે ફરજ પર છે, જ્યારે તેની માતા પણ કચ્છમાં અદાણી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે માતાપિતાથી દૂર અને પોતાના નાના અને નાનીના ઘેર રહેલા ધ્રુવીકનો જન્મદિવસ પોલીસ પરિવારે ઉજવીને કોરોના વોરિયર્સ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.