જામનગરના કોઈ તબીબોને હવે અમદાવાદ ફરજ પર બોલાવાશે નહીં: સરકારનો નિર્ણય
જામનગર, તા. 13 મે 2020, બુધવાર
જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ પર બોલાવવામાં આવે છે, જેમાં હવે પરિવર્તન કરવામાં આવ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા જામનગરના તબીબોને અમદાવાદ નહીં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રજૂઆતોના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અને જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના કોઈ તબીબોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલાશે નહીં. અમદાવાદ ફરજ પર ગયેલા ચાર તબીબો કોરોના સંક્રમિત બની ગયા પછી આ રજૂઆત કરાઇ હતી જેના અનુસંધાને નિર્ણય લેવાયો છે.