જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા માટે રાહતના સમાચાર
- ગઈકાલે લેવાયેલા 494 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા: આજે વઘુ 153 સેમ્પલ લેવાયા
- જામનગર જિલ્લામાં અલગ અલગ ફેસિલિટીમા 7,289 લોકો ને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા
જામનગર, તા. 17 મે 2020, રવિવાર
જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા માંથી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 494 સેમ્પલો લેવાયા હતા. જે તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતાં ચારેય જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે. આ ઉપરાંત આજે સવારે જામનગર જિલ્લામાંથી સૅમ્પલો લેવામાં આવ્યા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 117 સૅમ્પલો લેવામાં આવ્યા છે જે કુલ153 સેમ્પલ જી જી હોસ્પિટલની લેબોરેટરીમાં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ગઈકાલે બાકી રહેલા 6 સેમ્પલોનું પણ સાથોસાથ પરીક્ષણ કરાઇ રહ્યું છે. જેનો હવે પછી રિપોર્ટ આવશે.
જામનગરની જુદી- જુદી ફેસેલીટી સેન્ટરોમાં સ્કૂલ 7,289 લોકોને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ઠેબા ચોકડી પાસે આવેલી ગવર્મેન્ટ સમરસ હોસ્ટેલમાં 173 લોકોને ક્વૉઈન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે જામનગર જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અલગ- અલગ ગવર્મેન્ટ સેન્ટરમાં 6996 લોકોને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં અલગ-અલગ પ્રાઇવેટ સેન્ટરમાં 120 વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે આમ કુલ સમગ્ર જિલ્લામાં 7,289 લોકો કે જેઓ બહાર ગામથી આવ્યા છે તેઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે.