જામનગર: હરિદ્વાર, નાથદ્વારા યાત્રા કરીને આવેલા યાત્રાળુંઓનું મેડિકલ ચેકઅપ કરાયું
જામનગર, તા. 24 માર્ચ 2020, મંગળવાર
જામનગરના શાકમાર્કેટ તેમજ આસપાસના વિસ્તારના યાત્રાળુઓ કે જેઓ જામનગરથી હરિદ્વાર શ્રીનાથદ્વારાનો પ્રવાસ કરવા માટે ગયા હતા. જેઓ 14 દિવસનો પ્રવાસ પૂર્ણ કરી જામનગર આવ્યા પછી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને તમામને પોતાના ઘરમાં જ રહેવા સૂચના અપાઇ છે. કોઈને જરૂર જણાશે તો જી જી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાશે.
જામનગરના શાકમાર્કેટ તેમજ દરબાર સહિતના આસપાસના વિસ્તારમાં રહેતા તેતાલીસ જેટલા યાત્રાળુઓ આજથી બાર દિવસ પહેલા જામનગર થી ખાનગી લક્ઝરી બસમાં હરિદ્વાર, શ્રીનાથજી અને મથુરાના પ્રવાસે ગયા હતા. અને ત્યાંથી આજે સવારે જામનગર આવી પહોંચ્યા હતા. અને શાક માર્કેટ પાસે બસ ઉભી રખાવી હતી. જયાં તમામને નીચે ઉતાર્યા પછી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
જેમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ ખૂદ હાજર રહ્યા હતા. અને આરોગ્ય વિભાગની ટીમને બોલાવી લઈ બસમાંથી ઊતરેલા પ્રત્યેક યાત્રાળુઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તમને હોમ કોરોન્ટાન કરાયા છે. જેમાં કોઈને તબીબી સારવારની જરૂર હોય તો જીજી હોસ્પિટલમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.