Gujarat

જામનગરના બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ધાંધીયાને લઈને સ્થાનિક રહેવાસીઓ ખફા

By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022
જામનગરના બાલાજી પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ધાંધીયાને લઈને સ્થાનિક રહેવાસીઓ ખફા

- વારંવાર હાઇવોલ્ટેજ થવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થઈ જતાં વળતરની માગણી સાથે વીજ તંત્ર સમક્ષ રજૂઆત

જામનગર, તા. 21 જાન્યુઆરી

જામનગરના વોર્ડ નંબર ૬ ના બાલાજી પાર્ક, ડિફેન્સ કોલોની સહિતના આસપાસના વિસ્તારોમાં વારંવાર હાઇવોલ્ટેજ થઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓના અનેકવિધ ઉપકરણો ખરાબ થઈ ગયા છે, જે મામલે વળતર મેળવવાની માંગણી સાથે આજે વીજ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે, અને વળતરની માગણી કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર શહેરના વોર્ડ નંબર -૬ ના બાલાજી પાર્ક તેમજ ડિફેન્સ કોલોની આસપાસના વિસ્તારમાં રહેતા ૧૦૦થી વધુ રહેવાસીઓ કે જેમના ઘરમાં વારંવાર હાઇવોલ્ટેજ થઈ જવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બગડી જાય છે. ગત સપ્તાહે બે વખત આવું થયા પછી ફરીથી બે દિવસ પહેલાં એટલે કે ૧૯મી તારીખે પણ એકાએક હાઇવોલ્ટેજ થઈ જવાના કારણે ૧૦૦થી વધુ ઘરમાં ઈલેક્ટ્રીક ઉપકરણો ટીવી, પંખા, ફ્રીજ વગેરેને નુકસાન થયું છે.

જે સમગ્ર મામલે સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. ઉપરોક્ત નુકસાનીનું વળતર મેળવવા માટે મહા નગર મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને વિરોધ પક્ષના ઉપનેતા ફૂરકાન શેખની આગેવાની હેઠળ લોકોએ વીજતંત્રની કચેરીએ જઈ ઉગ્ર રજૂઆત કરી છે, અને નુકસાનીનું વળતર આપવાની માગણી કરવામાં આવી છે.

જો આ મામલે ૧૫ દિવસમાં કોઈ નિવારણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે વીજતંત્રની કચેરી સામે તાળાબંધી સહિતના કાર્યક્રમો કરવાની ફરજ પડશે, તેવી પણ ચીમકી અપાઇ છે.