જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથક પર ડિટેઇન થયેલા વાહનો છોડાવવા માટે ની કતાર
- પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વાહનમાલિકોને ઉભા રખાયા
જામનગર, તા. 13 એપ્રીલ 2020, સોમવાર
જામનગર શહેરમાં લોક ડાઉન ની અમલવારી દરમિયાન વિના કારણે ઘરમાંથી બહાર નીકળનારા 2442થી વધુ વાહનચાલકોના વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. અને જુદા જુદા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે.
જે પૈકી આજે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થી ડીટેઈન કરેલા વાહનોને મુક્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આજે જુદા જુદા 100થી વધુ વાહનચાલકોને ટેલિફોનિક જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા.
જે તમામ વાહનચાલકો પાસેથી આરટીઓ ની ગાઈડ લાઈન મુજબ નો દંડ વસુલ કરી તેઓના વાહનો મુક્ત કરવામાં આવ્યા છે. તમામ વાહન ચાલકો ટોળા સ્વરૂપે ઉભા ન રહે તે માટે પોલીસ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૂપે એક મીટરના અંતરે ઉભા રાખવામાં આવ્યા હતા.