જામજોધપુર: મોટી ગોપમાં ગેરકાયદે લીઝની રેતી કાઢી રહેલા બે શખ્સોને અટકાવતા લીઝ ધારકને મારકૂટ
જામનગર, તા. 24 એપ્રીલ 2020, શુક્રવાર
જામજોધપુર તાલુકાના મોટી ગામ માં રહેતા હરસુખભાઈ દેવશીભાઈ સોલંકી નામના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના અન્ય સ્ટાફને ધાક ધમકી આપવા અંગે અને મારકૂટ કરવા અંગે રમેશભાઈ પોપણીયા, નારણભાઈ તથા તેના એક અન્ય સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીની મોટી ગોપ ગામ માં પથ્થરના બેલા કાઢવા માટે ની લીઝ મંજૂર થયેલી છે. જે લીઝ માં આરોપી રમેશ તથા અન્ય માણસો રેતી કાઢી રહ્યા હતા, જેથી ફરિયાદી યુવાને તેને અટકાવતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ હુમલો કરી દીધો હતો. અને ધાકધમકી આપતા પોલીસ ફરિયાદ કરાઇ છે. આ મામલે જામજોધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.