જામનગરમાં યુવાન પર છરી વડે ઘાતકી હુમલો : બે દિવસ પૂર્વે થયલી બોલાચાલીનો ખાર છરીના ઘા ઝીંકયા દીધા
image : freepik
જામનગર,તા.09 માર્ચ 2024,શનિવાર
જામનગરના ખાદી ભંડાર પાસે એક યુવાન પર તેના જ પાડોશીઓએ સામાન્ય બોલાચાલીના ખારમાં છરીના ઘા ઝીંકી જીવલેણ ઈજા પહોંચાડતા સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના નવીવાસમાં રહેતા અને ગેરેજમાં કામ કરતાં અક્તર ઇગબાલ સઘરાણી જાતે ગરાણા નામના યુવાનને તેમના જ લતામાં રહેતા અસફાક ઉર્ફે બાદશાહ મુનાભાઈ મરીમા સાથે બે દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી ગઈકાલે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં તેણે છાતીના ભાગે તથા પેડૂના ભાગે છરીનાઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સૌ પ્રથમ તેને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે.
આ બનાવઅંગે અખ્તરની માતાએ સીટી બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અસફાક ઉર્ફે બાદશાહ વિરૂધ્ધ ઈ.પી. કો. કલમ 326, 504 તથા જી.પી. એકટ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.