mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરના ગોકુલનગર વિસ્તારનો ચકચારજનક કિસ્સો : અનૈતિક સંબંધો રાખનાર યુવાનનું કારમાં અપહરણ કરી, મારમારી રસ્તામાં ફેંકી દીધો

Updated: Mar 22nd, 2024

જામનગરના ગોકુલનગર વિસ્તારનો ચકચારજનક કિસ્સો   : અનૈતિક સંબંધો રાખનાર યુવાનનું કારમાં અપહરણ કરી, મારમારી રસ્તામાં ફેંકી દીધો 1 - image

image : Freepik

- મંડપના ધંધાર્થી યુવાનનું યુવતીના દિયર સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી શાપર નજીક અવાવરૂ સ્થળે ઢોર માર માર્યો

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા પરણિત યુવાનને અન્ય પરિણીતા સાથેના અનૈતિક સંબંધો ભારે પડયા હતા. પરિણીતાના ભાઇ સહિત ત્રણ શખ્સોએ યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. 

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારના મયુરનગર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા મહેશ કાનજીભાઇ સીતાપરા નામના યુવાનને એક મહિલા સાથે અવૈધ સંબંધો હતા જેના દિયર જયપાલસિંહને ખબર પડી જતાં તેમણે આ સંબંધ પુરા કરવાની ધમકી પણ આપી હતી.

 પરંતુ ગત તા. 16.3.2024 ના રોજ ઉપરોક્ત યુવતીએ મહેશને મળવા માટે બોલવતા તે મહિલાને મળવા ગયો હતો. જે જયદિપસિંહને પસંદ પડયું ન હતું, અને તા.18.3.2024 ના રોજ જયપાલસિંહે તેને ફોન કરી ગોકુલનગર વિસ્તારમાં કમલેશભાઇની વાડીએ બોલાવતાં તે કમલેશભાઇની વાડીએ ગયેલ અને ત્યાં જયપાલસિંહ અને તેના સગા રવિરાજસિંહ અને અજાણ્યો ઇસમ અર્ટીગા કારમાં આવી તેમને બળજબરીથી કારમાં બેસાડી ખંભાળીયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા પાછળ એક ઓરડીમાં લઇ ગયા હતા.

જયાં રવિરાજસિંહ અને જયપાલસિંહએ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી લોહી લુહાણ કરી ત્રણેય શખ્સોએ ફરી ગાડીમાં બેસાડી ગોકુલનગર વિસ્તારમાં પરત લાવીને ફેંકી દીધો હતો,હ અને હવે જો આવ્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતાં. 

આ બનાવ અંગે મહેશ સીતાપરાએ સીટી સી. ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ 363, 335, 324, 504, 506(2), અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat