જામનગર, તા. 26 માર્ચ 2020,ગુરુવાર
જામનગરની સરકારી જી.જી. હોસ્પ્ટલના તમામ વોર્ડમાં સેનિટાઈજેશન ડીસઇન્ફેકશન કરાયું હતું. જેમાં ફાયર બ્રિગેડની મદદથી હોસ્પિટલના તમામ વોર્ડ અને લોબીમાં સેનીટાઈઝરનો સ્પ્રે કરાયો હતો.
જામનગર શહેરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જેમાં પ્રતિદિન હજારો દર્દીઓ આવે છે અને સારવાર મેળવે છે. જે હોસ્પિટલમાં હાલ સૌરાષ્ટ્ર માટેની કોરોનાવાયરસની તપાસણી માટે ની લેબોરેટરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઈમરજન્સી સિવાય બાકીના તમામ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અને હોસ્પિટલ મા કોરોના વાયરસ લડત સામે સાવચેતી રાખવામાં આવી છે.
જે હોસ્પિટલમાં આજે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની મદદથી સેનીટાઈઝર યુક્ત પ્રવાહી નો સ્પ્રે છાંટવામાં આવ્યો હતો. અને સેનીટાઇઝેશન ડીશઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલ લોબી તથા જુદા જુદા વોર્ડ અને દર્દીઓ માટેની પથારી સહિતમાં સ્પ્રેનો છંટકાવથી કરવામાં આવ્યો હતો. અને સમગ્ર હોસ્પિટલના પરિસરને સેનિટેશન ડીશઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું. ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર રાહબરી હેઠળ ૨૦થી વધુ ફાયરના જવાનોએ આ કામગીરી કરી હતી.


