mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરના માજી રાજવીને નગરના કોર્પોરેટર દ્વારા ચકલીનો માળો અર્પણ કરીને વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો

Updated: Mar 20th, 2024

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરના માજી રાજવીને નગરના કોર્પોરેટર દ્વારા ચકલીનો માળો અર્પણ કરીને વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો 1 - image

જામનગર,તા.20 માર્ચ 2024,બુધવાર

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ઉપર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિનામૂલ્યે ચકલીના માળા તેમજ પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે.

 આ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ નામદાર મહારાજા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી બાપુના શુભપ્રારંભ થી કરવામાં આવ્યો હતો, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલના આ જીવદયા તેમજ પક્ષી પ્રેમી કાર્યને નામદાર જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. પ્રથમ નેસ્ટ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ સ્વીકારી આ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો, અને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.

 ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વિનામૂલ્ય પક્ષીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, જામનગર મહાનગર પાલિકાના દંડક કેતન નાખવા તથા જુદીજુદી સંસ્થાના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.


Gujarat