mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગર : કાલાવડના નિકાવા ગામના યુવાનને ચાલુ બાઈકે હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

Updated: May 27th, 2024

જામનગર : કાલાવડના નિકાવા ગામના યુવાનને ચાલુ બાઈકે હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ 1 - image

image : Freepik

Heart Attack Death in Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક યુવાનને ચાલુ બાઈકમાં એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડના નિકાવા ગામમાં રહેતા કિશોરભાઈ નરશીભાઈ મુછડીયા નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના મોટરસાયકલ પર નિકાવા થી કાલાવડ જતી વખતે રાજસ્થળી ગામના પાટીયા પાસે એકાએક ચાલુ બાઈકે હાર્ટએટેક આવી ગયો હતો. તેથી તેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવવાથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના ભાઈ પ્રવીણભાઈ નરશીભાઈ મુછડીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat