Get The App

જામનગર એસ.ટી. ડિવિઝનને સાતમ આઠમ સહિત ચાર દિવસો દરમિયાન 61.93 લાખની આવક થઈ

Updated: Sep 10th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર એસ.ટી. ડિવિઝનને સાતમ આઠમ સહિત ચાર દિવસો દરમિયાન 61.93 લાખની આવક થઈ 1 - image


Image Source: Pixabay

જામનગર, તા. 10 સપ્ટેમ્બર 2023, રવિવાર

જામનગરના એસ.ટી. ડેપોને સાતમ આઠમના તહેવારો ફળ્યા છે, અને ચાર દિવસ દરમિયાન 61.93 લાખની આવક થઈ છે. આ દિવસો દરમિયાન એસટી બસ દ્વારા 70થી વધુ એકસ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું. 

જામનગરના એસટી ડેપોમાં જામનગર થી રાજકોટ, જુનાગઢ, બરોડા, સુરત, અને અમદાવાદ તેમજ દ્વારકા તરફની બસો દોડાવવામાં આવી હતી. રૂટીન શેડ્યુલ કરતાં ચાર દિવસ દરમિયાન 70થી વધુ મુકાઈ હતી, અને સાતમ આઠમનું પર્વ એસટી ડિવિઝન ને ફળ્યું છે. 

જેમાં સાતમના દિવસે 16,37,776 તેમજ આઠમના દિવસે 15,69,737 ઉપરાંત નોમ ના દિવસે 13,48,853 જ્યારે દસમ ના દિવસે 16,37,382ની આવક મળી કુલ 61,93,648 ની  આવક થઈ છે.


Tags :