Get The App

જામનગરના જિલ્લા પોલીસ વડા દ્નારા નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા કર્મચારી અને પોલીસ પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન

Updated: Oct 28th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરના જિલ્લા પોલીસ વડા દ્નારા નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા કર્મચારી અને પોલીસ પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન 1 - image

જામનગર,તા.29 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ-બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથેના એક દિવસના ગરબાનું પોલીસ હેડક્વાર્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના જિલ્લા પોલીસ વડા દ્નારા નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા કર્મચારી અને પોલીસ પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન 2 - image

 જામનગરના એસ.પી.પ્રેમસુખ ડેલુના સાન્નિધ્યમાં આ એક દિવસના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને માતાજીની આરતી કર્યા પછી ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં એસ.પી.પ્રેમસુખ ડેલુએ પણ રાસ લીધા હતા. તેઓની સાથે શહેર અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. પોલીસ હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. સહિતના અન્ય અધિકારીઓ, જામનગરના એલસીબી એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ મથકના પીઆઇ અને પોલીસ પી.એસ.આઈ વગેરે અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવમાં જોડાયા હતા, અને ડાંડિયારાસનો મહોત્સવ મનાવ્યો હતો. 

જામનગરના જિલ્લા પોલીસ વડા દ્નારા નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા કર્મચારી અને પોલીસ પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન 3 - image

જામનગરની ઉત્સવ પ્રેમી જનતા કેજેઓ નવરાત્રીનો આનંદ માણી શકે અને તેઓની પૂરેપૂરી સુરક્ષા જળવાયેલી રહે તે હતું તે જામનગરના તમામ પોલીસ કર્મચારીઓ સતત નવ દિવસ સુધી ખડે પગે રહ્યા હતા, અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જેઓ પણ રાસ ગરબા મહોત્સવમાં જોડાઈ ને એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રીનો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવમાં જોડાયા હતા.

Tags :