Get The App

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચકાસણી માટે આવેલા તમામ છ કોરોના રિપોર્ટ નેગેટિવ

Updated: Apr 2nd, 2020

GS TEAM

Google News
Google News
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચકાસણી માટે આવેલા તમામ છ કોરોના રિપોર્ટ નેગેટિવ 1 - image

જામનગર, તા. 02 એપ્રીલ 2020, ગુરુવાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા છ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જેમાં જામનગરના પણ એક કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ નો સમાવેશ થાય છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં આજે કોરોનાવાયરસના શંકાસ્પદ દર્દીઓના છ સેમ્પલો ચકાસણી માટે આવ્યા હતા. જેમાં એક સેમ્પલ જામનગરનું, એક સેમ્પલ મોરબીનું, એક સેમ્પલ પોરબંદરનું અને ત્રણ સેમ્પલો દેવભૂમિ દ્વારકાના કોરોના વાયરસ શંકાસ્પદ દર્દીઓનો સમાવેશ થાય છે.

જે તમામ સેમ્પલનો રિપોર્ટ આજે સાંજે આવ્યો હતો અને તમામ છ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જામનગર શહેરમાં રેકર્ડબ્રેક હજુ સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
Tags :