જામનગર પોલીસ દ્વારા નાઈટ વિઝન કેમેરા સાથેના ડ્રોન નું પરીક્ષણ કરાયું
- સોળ વર્ષનો તરુણ પોતાનો ડ્રોન કેમેરો લઈને પોલીસ તંત્રને મદદે આવ્યો
જામનગર, તા. 12 એપ્રીલ 2020, રવિવાર
જામનગર જિલ્લા પોલીસ દ્વારા જામનગર શહેરમાં જુદા જુદા ૬ જેટલા ડ્રોન કેમેરા ઓ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં બે ડ્રોન કેમેરા એલસીબી પાસે જ્યારે બે ડ્રોન કેમેરા એસ.ઓ.જી પાસે રખાયા છે. ત્યારે એસ.એસ.પી. દ્વારા બે ડ્રોન કેમેરા નો જુદી જુદી બે ટીમ વતી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે ગઈકાલે રાત્રે સાતમા નાઇટ વિઝન સાથેના ડ્રોન કેમેરાની મદદથી રાત્રિ દરમિયાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ડ્રોન કેમેરો પાંચ કિલોમીટર સુધીની હાઇટ ઉપર ઉઠીને શહેરના તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરી શકે તે માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કેટલાક ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. રાત્રી દરમિયાન લોક ડાઉન નો ભંગ કરનારાઓને શોધવા માટે આ પ્રકારના કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ ઉપરાંત જામનગર નો જ મોક્ષ નામનો 16 વર્ષનો એક તરુણ કે જેણે પોતાની પાસે એક ડ્રોન કેમેરો વસા વેલો છે કે પોલીસની મદદ માં આવી શકે તેના માટે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. અને પોતે મદદ માટે આવવા તૈયાર બન્યો હતો.જિલ્લા પોલીસ વડાએ તેની અરજી સ્વીકારી લીધી હતી ત્યારે આજે તરુણને સાથે રાખીને કેટલાક વિસ્તારમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના અત્યાંધુનીક ડ્રોન કેમેરાથી પણ સારા ફુટેજ મળતા હોવાથી કુલ 8 ડ્રોન કેમેરાથી આવતીકાલથી નિગરાની રાખવામાં આવશે.