જામનગર- દ્વારકા અને પોરબંદરના બીજા રાઉન્ડમાં આવેલા 35 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા
જામનગર, તા. 17 એપ્રિલ 2020 શુક્રવાર
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે બીજા રાઉન્ડમાં જામનગર શહેરના 17 પોરબંદરના 11 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત મળી કુલ 35 સેમ્પલો આવ્યા હતા. જે તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેય જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.
જામનગર શહેર અને દરેડ તેમજ આસપાસના વિસ્તારમાંથી ગઇકાલે બપોર પછી 17 સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા. તે જ રીતે પોરબંદરમાંથી 11 અને દેવભૂમિ દ્વારકામાંથી 7 સેમ્પલો એકત્ર કરાયા હતા અને જામનગરની સરકારી ગુરૂ ગોવિંદ સિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
જેનું રાત્રિ દરમિયાન પરીક્ષણ કરી લેવાયા પછી તમામ 35 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી જામનગર- પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે રાહતના સમાચાર મળ્યા છે.